પરિચય

લાંચ રુશવત વિરોધી બ્યુરોગુજરાત રાજ્યઅમદાવાદની શરૂઆત તા.૩0/0૯/૧૯૬૩ના રોજ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ થયા પછી કરવામાં આવી.
લાંચ રુશવત વિરોધી બ્યુરોમાં નિયામક તરીકે મુખ્ય પોલીસ અધિકારીકક્ષાના અધિકારીની નિમણૂક આપવામાં આવી હતી. તેઓને ગૃહ વિભાગના વહીવટી અંકુશ અને સીધા જ માર્ગદર્શન નીચે ખાતાના વડાનો દરજ્જો આપવામાં આવ્યો છે. નિયામકને મુખ્ય પોલીસ અધિકારી અને નિયામક તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો‍ છે. હાલ નિયામક તરીકે પોલીસ મહાનિદેશક દરજ્જાના અધિકારીને નિમણૂક આપવામાં આવી છે. નિયામકની કામગીરીમાં સહાયરૂપ થવા એક વિશેષ નિયામક (અધિક પોલીસ મહાનિદેશક), એક અધિક નિયામક (પોલીસ મહાનિરીક્ષક)  અને  એક સંયુકત નિયામક (નાયબ પોલીસ મહાનિરીક્ષક) દરજ્જાના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત લાંચ રુશવત વિરોધી બ્યુરોની કામગીરીને વધુ અસરકારક બનાવવા જુદી જુદી છ વિભાગીય કચેરીઓ અમદાવાદમહેસાણાવડોદરાસુરતરાજકોટ તેમ જજૂનાગઢ ખાતે કાર્યરત છેઆ કચેરીઓમાં મદદનીશ નિયામક (નાયબ પોલીસ અધીક્ષક) દરજ્જાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
લાંચ રુશવત વિરોધી બ્યુરો ખાતે કુલ-૯૨ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓનુ મહેકમ રાજ્યના વિવિધ ૩૦ એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફાળવવામાં આવેલ છે તે પૈકી હાલ કુલ-૫૮ પોલીસ ઇન્સ્પેક્ટર કાર્યરત છે. રાજ્યના ડાંગ સિવાયના તમામ જિલ્લાલઓમાં એ.સી.બીપોલીસ સ્ટેશન આવેલું છે. દરેક એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં બે પોલીસ ઇન્સ્પેક્ટરહેડ પોલીસ કોન્સ્ટેબલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના અધિકારીઓ લાંચ રુશવત વિરોધી બ્યુરોની કામગીરી ફરજ બજાવી રહેલ થાય છે. બ્યુરોની કામગીરીને લક્ષ્યમાં રાખીને સંજોગો મુજબ ઉપરના સંખ્યા બળમાં જરૂરી ફેરફાર કરવામાં આવે છે.



લક્ષ્ય
લાંચ રુશવત વિરોધી બ્યુરોની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ રાજ્ય સરકારના વિભાગો તેમ જ જાહેર ક્ષેત્રનાં વિવિધ બોર્ડ- નિગમોમાંથી લાંચ રુશવતખોરીનું નિર્મૂલન કરવાનો છે.

No comments:

Post a Comment