વડોદરા શહેરના ચીફ ફાયર ઓફીસર વિરૂધ્ધ રૂ. ૪૪,૮૪,૮૦૫/-
અપ્રમાણસર મીલ્કતો વસાવ્યા અંગેનો કેસ
આ કેસના આરોપી હિતેશકુમાર જશવંતસિંહ ટાપરીયા, ચીફ ફાયર ઓફીસર, નાઓની રાજ્ય સેવક તરીકે ની ફરજો તથા ગુપ્ત તપાસ દરમ્યાન આક્ષેપિતનો ચેક પીરીયડ સને. ૧૯૯૫ થી માહે. ૧૦/૨૦૧૩ સુધીનો ગણવામાં આવેલ જેમાં પગારની કુલ ચોખ્ખી પગારની આવક રૂ. ૩૪,૦૪,૧૨૨/- જેમાંથી ૩૦ ટકા રસોડા ખર્ચ બાદ કરતા કુલ આવક રૂ. ૨૩,૮૨,૮૮૫/- મકાનની લોન રૂ. ૨,૫૦,૦૦૦/- કારની લોન રૂ. ૩,૦૦,૦૦૦/- પી.એફ. ઉપાડની આવક રૂ. ૮૯,૦૦૦/- ગવર્નમેન્ટ સર્વન્ટ ક્રેડીટ સોસા. લોન રૂ. ૩,૦૦,૦૦૦/- એલ.આઇ.સી. માંથી લીધેલ લોન રૂ. ૫,૭૭,૫૧૦/- મહાનગર સેવાસદન અમ્પ્લોય કો.ઓ.સોસા. માંથી લીધેલ લોન રૂ. ૧,૦૦,૦૦૦/- તમામ સ્ત્રોતોની આવકો મળી કુલ રૂ. ૩૯,૯૯,૩૯૫/- ચેક પીરીયડ દરમ્યાન કાયદેસરની આવકો ગુપ્ત તપાસમાં જણાઇ આવેલ છે.
આક્ષેપિતની તમામ સ્ત્રોતોની આવક કુલ રૂ. ૩૯,૯૯,૩૯૫/- થયેલ જેમાંથી કુલ રૂ. ૨૩,૦૮,૭૪૩/- નો ખર્ચ બાદ કરતા રૂ. ૧૬,૯૦,૬૫૨/- ની સંભવિત બચત રહેવા પામે છે. આક્ષેપિતે ચેક પીરીયડ દરમ્યાન પોતાના નામે તથા પત્નીના નામે સ્થાવર/જંગમ મિલ્કતોમાં રોકાણ કરેલાનુ તેમજ બેંકોમાં પોતાના નામે તેમજ સંતાનોના નામે કુલ રૂ. ૬૧,૭૫,૪૫૭/- રોકાણ કરેલાનુ ગુપ્ત તપાસ દરમ્યાન જણાઇ આવેલ છે. જેમાંથી તેઓની સંભવિત બચત રૂ. ૧૬,૯૦,૬૫૨/- બાદ કરતા રૂ. ૪૪,૮૪,૮૦૫/- ની અપ્રમાણસર મિલ્કતો ગુપ્ત તપાસ દરમ્યાન મળી આવેલ છે.
આમ આક્ષેપિત હિતેશકુમાર જશવંતસિંહ ટાપરીયા, ચીફ ફાયર ઓફીસર, , વર્ગ-૧, અગ્નિ શમન અને તાત્કાલીક સેવાઓ દાંડીયા બજાર, વડોદરા મહાનગર સેવા સદન વડોદરા નાઓએ માહે ૦૧/૧૯૯૫ થી માહે ૧૦/૨૦૧૩ સુધીના ચેક પીરીયડ દરમ્યાન રાજ્ય સેવક તરીકેની કાયદેસરની ફરજો દરમ્યાન ભ્રષ્ટ રીત રસમો અપનાવી પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુર ઉપયોગ કરી ગુનાહિત ગેરવર્તણુક આચરી લાંચીયાવૃત્તિ થી પોતાના અંગત લાભ ખાતર ગેરકાયદેસરનો અવેજ ધ્વારા નાણાં મેળવી તે નાણાં માંથી પ્રાથમિક દ્દષ્ટ્રીએ પોતાની કાયદેસરની આવકના સ્ત્રોત કરતા વધુ રુ. ૪૪,૮૪,૮૦૫/- જે આવકના પ્રમાણમાં ૧૧૨.૧૩ ટકા નુ સ્થાવર/જંગમ મિલ્કતોમાં અપ્રમાણસરનુ રોકાણ કરેલ છે.
જેથી ઉપરોકત વિગતે આરોપી વિરૂધ્ધ ભ્ર.નિ.અધિનિયમ - ૧૯૮૮ની કલમ ૧૩(૧)(ઇ) તથા ૧૩(ર) મુજબ આરોપી હિતેશકુમાર જશવંતસિંહ ટાપરીયા, ચીફ ફાયર ઓફીસર, વર્ગ-૧, અગ્નિ શમન અને તાત્કાલીક સેવાઓ દાંડીયા બજાર, વડોદરા મહાનગર સેવા સદન વડોદરા,વિરૂધ્ધ શ્રી સરકાર તરફે કે.વી.સોલંકી પો.ઇન્સ. વડોદરા શહેર એ.સી.બી. પો.સ્ટે. વડોદરા નાઓએ ફરીયાદ આપતા વડોદરા શહેર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧/ર૦૧૪ થી ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાની વધુ તપાસ શ્રી એસ.પી.કહાર, પો. ઇન્સ. વડોદરા શહેર એ.સી.બી. પો.સ્ટે., વડોદરા, નાએ હાથ ધરેલ છે.
(કે.બી.ચુડાસમા)
મદદનીશ નિયામક,વતી
લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો,
મુખ્ય મથક, ગુ.રા., અમદાવાદ

No comments:
Post a Comment