Thursday, February 6, 2014

ભરૂચ જીલ્લાના નાયબ મામલતદાર રૂ.૧૦૦૦/- ની લાંચ સ્‍વીકારતાં એ.સી.બી.ના છટકામાં ઝડપાયા

ભરૂચ જીલ્લાના નાયબ મામલતદાર  રૂ.૧૦/- ની લાંચ સ્‍વીકારતાં એ.સી.બી.ના છટકામાં ઝડપાયા
               આ કામના ફરિયાદ શ્રી, ધર્મેન્દ્દસિંહ પ્રવિણસિંહ પરમાર, રહે. રાજપુત ફળીયા, ઝગડીયા તા.ઝગડીયા જી. ભરૂચએ તા. ૨૭/૦૧/ર૦૧૪ ના રોજ પો.ઇ.શ્રી પી.એચ.ભેસાણીયા, ભરૂચ એ.સી.બી પો.સ્‍ટે.નાઓ સમક્ષ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે, પોતાના વડીલોપર્જિત ખેતીની જમીન ઝગડીયા ગામની સીમમાં આવેલ જે પૈકીની જમીનોનો તેઓના ભાઇઓ વચ્ચે વહેચણી થયેલ જેમાં ફરીયાદીના ભાગે બ્લોક નં. ૧૫૬(અ) તથા ૧૫૬(બ) વાળી જમીન આવેલ તેમજ ફરીયાદીના ભાઇ શૈલેન્દ્દસિંહના ભાગે બ્લોક નં. ૨૨૩ પૈકી ૧, તથા ૨૨૩ પૈકી-ર તથા ૨૨૩ પૈકી-૩ ની જમીનો આવેલ સદર જમીનો સયુક્ત માલીકીની હોય તેમાં ફરીયાદીના મા-બાપ તેમજ બન્ને ભાઇઓના નામે ચાલતી હોય આ જમીનો ઉપરથી ફરીયાદીના મા-બાપ તેમજ ફરીયાદી તથા તેમના ભાઇએ એક-બીજાની જમીન ઉપરથી હક્ક ઉઠાવી લેવા અંગેની કાર્યવાહી ધારા ધોરણ મુજબની કરી તે અંગેની નોંધ પંચાયત દફતરે કરવા સારૂ ગ્રામ પંચાયત ઝગડીયાના તલાટીશ્રી મારફતે કાયદેસરની કાર્યવાહી કરાવી થયેલ કાગળો મામલતદારશ્રી ઝગડીયા નાઓની કચેરીમાં આપવામાં આવેલ અને આ અંગે જરૂરી કાર્યવાહી થતાં ઉપરોકત સર્વે નંબરોવાળી જમીનો ઉપરથી હક્ક ઉઠાવી લેવા અંગેની કાર્યવાહી અંગે ફરીયાદીએ તા.૨૩/૧૨/૨૦૧૩ ના રોજ ઝગડીયા મામલતદાર કચેરીમાં આવેલ ઇ-ધરા કેન્દ્દના જનસેવા કેન્દ્દ ઉપર કોમ્પ્યુટર રાઇઝ નકલો કઢાવી ખાત્રી કરતા ફરીયાદી તથા તેમના ભાઇઓના નામની એકબીજાની જમીન ઉપરથી હક્ક ઉઠાવી લેવા અંગેની કાચી નોંધ- ૩૭૦૩ તથા ૩૭૦૪ થી તા.૨૫/૧૧/૨૦૧૩ થી કરવામાં આવેલ હોવાની હકીકત જણાઇ આવેલ પરંતુ એક માસ જેટલો સમય થવા છતાં પાકી નોંધ થયેલ ન હોય પાકી નોંધ કરાવવા સારૂ આક્ષેપિત મોહનભાઇ પટેલ, નાયબ મામલતદારઝગડીયા નાઓને મળતા આક્ષેપિત મોહનભાઇ પટેલે જણાવેલ કે હમણાં ધણુ કામ છે પરંતુ તમારૂ કામ થઇ જશે તેમ કહેતા ફરીયાદીએ કહેલ કે કાચી એન્ટ્રી થઇ ગયેલ છે. મારૂ કામ જલ્દી કરી આપો તો સારૂ તો આક્ષેપિત મોહનભાઇ પટેલે કહેલ કે તમે વહેવારમાં તો કંઇ સમજતા નથી જેથી ફરીયાદીએ કહેલ કે શું વહેવાર કરવાનો? તો આક્ષેપિત મોહનભાઇ પટેલે જણાવેલ કે પાકી એન્ટ્રીનું કામ કરાવવું હોય તો તમારે મને રૂ. ૧૦૦૦/- વહેવાર પેટે આપવા પડશે.તેમ જણાવતાં આપી જવા જણાવી વાયદો કરેલાની ફરીયાદ જાહેર કરેલ 

          ઉપરોકત ફરિયાદ આધારે પો.ઇ., ભરૂચ એ.સી.બી. પો.સ્‍ટે.નાએ બે રાજય સેવકોની પંચ તરીકે મદદ મેળવી, એ.સી.બી. ટ્રેપીંગ પાર્ટીના માણસોને સાથે રાખી, હકીકતથી વાકેફ કરી, તા. ર૭/૦૧/ર૦૧૪ ના રોજઝગડીયા, મામલતદાર ઓફીસમાં આવેલ મહેસુલ શાખામાં ભરૂચ ખાતે લાંચના છટકાનું આયોજન કરતાં, લાંચના છટકા દરમિયાન આક્ષેપિતે પંચ-૧ રૂબરૂ ફરીયાદી સાથે લાંચ બાબતે હેતુ લક્ષી વાતચીત કરી પંચ સાહેદની હાજરીમાં આક્ષેપિત મોહનભાઇ પટેલે ફરીયાદી પાસે લાંચના રૂ. ૧૦૦૦/- માંગી પોતે બેસેલ ટેબલના ડ્રોવરના પહેલા ખાનામાં મુકી, લાંચ માંગી સ્‍વીકારતાં ગોઠવેલ લાંચના છટકામાં ઝડપાઇ જવા પામેલ છે.

          જેથી ઉપરોકત આરોપી મોહનભાઇ ડાહ્યાભાઇ પટેલ, નાયબ મામલતદાર, મહેસુલ મામલતદાર કચેરી, ઝગડીયા જી. ભરૂચ વર્ગ-૩ ભરૂચ વિરૂધ્‍ધ ભ્ર. નિ. અધિ.-૧૯૮૮ની કલમો ૭, ૧૩ (૧) (ઘ) તથા ૧૩(ર) મુજબની જોગવાઇઓ હેઠળ ભરૂચ એ.સી.બી પો.સ્‍ટે. ગુ.ર.નં. ૦૧/ર૦૧૪ થી ગુનો દાખલ કરી, ઉપરોકત ગુનાના કામે આરોપીને તા. ર૭/૦૧/ર૦૧૪ ના કલાક ૨૩/૧૦ વાગ્‍યે અટક કરવામાં આવેલ છે. આ ગુનાની વધુ તપાસ પો.ઇ.શ્રી જી.ડી.પલસાણા, એ.સી.બી. ફિલ્ડ વડોદરા એકમ વડોદરાનાએ હાથ ધરેલ છે


                                                                              (આર.કે.મકવાણા)
   મદદનીશ નિયામક,
લાંચ રૂશ્‍વત વિરોધીબ્‍યૂરો,
                                                                          મુખ્‍ય મથક, ગુ.રા.

No comments:

Post a Comment